Chandrayaan 3 Launch LIVE : ભારતના મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરુ

ચંદ્ર પર માત્ર 15 દિવસ માટે 15 વર્ષની મહેનત:ચંદ્રયાન-3 મિશનથી આખરે ભારત શું પ્રાપ્ત કરવા માગે છે? 

2019ના સપ્ટેમ્બર મહિનાની 7 તારીખ. રાત્રે લગભગ 1.40 વાગ્યે. ભારતના આકાશમાં ચંદ્ર ડૂબી ગયો હતો, પરંતુ ભારતના લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 1 કલાક સુધી બધું પ્લાન મુજબ ચાલ્યું. દરેક પગલા સાથે બેંગલુરુમાં સ્થિત ISROના મિશન કંટ્રોલ રૂમમાં તાળીઓનો ગડગડાટ વધતો ગયો. ત્યાં હાજર પીએમ મોદી પણ કુતૂહલથી બધું જોઈ રહ્યા હતા.

ઈસરોની સાઈટ પર ચંદ્રયાન લોન્ચિંગ ટેલિકાસ્ટ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો

ચંદ્રયાન 3 લોન્ચિંગ લાઈવ જોવા સાઈટ 2

ચંદ્રયાન 3 લોન્ચિંગ લાઈવ જોવા સાઈટ 3Chandrayaan 3 Launch LIVE : ભારતના મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરુ

Chandrayaan-3 Launch ISRO Mission LIVE Updates : ભારત માટે મહત્વનો દિવસ છે. આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી ભારતનું મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન 3 લોન્ચ થવા જઈ રહ્યું છે. ચંદ્રયાન 3ની લોન્ચિંગની પળે પળની અપડેટ મેળવવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો.

રાત્રે 2.50 વાગ્યે અચાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વૈજ્ઞાનિકોના ચહેરા નિસ્તેજ થઈ ગયા. ચંદ્રયાન-2ના વૈજ્ઞાનિકોની 11 વર્ષની મહેનત અને પૃથ્વીથી ચંદ્ર સુધી 47 દિવસની મહેનત બાદ લેન્ડર વિક્રમ લક્ષ્યની આટલી નજીક ક્રેશ થઈ થયું. ઈસરોના તત્કાલીન વડા કે.સિવનની આંખોમાં આંસુ હતા અને પીએમ મોદી તેમને ગળે લગાવીને સાંત્વના આપી રહ્યા હતા.

Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 વિશે Associate Vice Presidentએ શું કહ્યું?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કરશે. તે પહેલા એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ માણેક બહેરામકમદીને આ મિશન સાથે સંબંધિત ઘણી બાબતો શેર કરી હતી.

4 વર્ષ પછી ISRO એ અધૂરું કામ પૂરું કરવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન 3નો પૃથ્વી ચંદ્ર સુધીનો અવકાશી માર્ગ

આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3, શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.

એલવીએમ-3 રોકેટ અવકાશયાનને સેટેલાઈટ ટ્રાન્ઝિસ્ટ ભ્રમણકક્ષામાં લઈ જશે.

ચંદ્રયાન 3, હજારથી પણ ઓછી સેકેન્ડમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હશે.

આ પ્રક્રિયામાં 5 અર્થ બર્ન થશે. જેની લેન્ડર મોડ્યુલ (LM) અને પ્રપલ્ઝન મોડયુલ (PM) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળી જશે.

ત્યારબાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ગતિ કરશે.

આ તબક્કા બાદ LM અને PM બંને ટ્રાન્ઝિટ ઓર્બિટમાં રહીને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રહેશે.

આ તબક્કા બાદ ચાર મૂન બર્ન દ્વારા તે ચંદ્રની ભ્રમણકક્ષમાં પ્રવેશ કરશે.

LM અને PM, 2000 x 1000ની ત્રિજયામાંથી 100 x 100 ની ત્રિજયામાં ધીમે ધીમે આવશે.

17 ઓગસ્ટના દિવસે LM અને PM છૂટા પડશે અને વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધશે.

23 ઓગસ્ટે લેન્ડર મોડયુલ 100 x 30 કિલોમરીટની ભ્રમણકક્ષામાં ફરીને લેન્ડિંગ તરફ આગળ વધશે.

30 કિલોમીટરની ઊંચાઈથી 7.4 કિલોમીટર સુધી 1.68 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તે 690 સેકેન્ડમાં ચંદ્રની સપાટી પર આવશે.

લેન્ડરની મદદથી રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.

ચંદ્રયાન-3 ઓર્બિટર વગરનું યાન હશે, રોવરની માહિતી ઈસરો સુધી પહોંચાડવા માટે ચંદ્રયાન 2ના પહેલાથી જ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *