ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23 : ગુજરાત સરકાર દ્વારા SC/ST/OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના નો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા ની મદદ કરવાની છે જેઓએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરીને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોય છે, પરંતુ આર્થિક રીતે સક્ષમ ના હોવા ને કારણે પૂરું કરી શકતા નથી. આથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આર્થિક સહાય માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ શરૂ કરવામાં આવી છે.

આ આર્ટીકલમાં આપણે જાણીશું કે,

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે?
  • ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ ફોર્મ ક્યા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?
  • ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય ?
  • ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપમાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?

સૌથી પહેલા આપણે ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ વિશે જાણીએ,

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23

ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે ?

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સ્કોલરશીપ યોજના તે બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે. ગુજરાત ડિજિટલ પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ www.digitalgujarat.gov.in છે. જેના પરથી વિદ્યાર્થીઓ સ્કૉલરશીપ માટે અરજી કરી શકે છે.

ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ ફોર્મ ક્યા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?

ધોરણ 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીજેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ અને ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે

સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
  • નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય ?

આ ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ આ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Registration.aspx પર ક્લિક કરીને “રજીસ્ટ્રેશન” કરવાનું રહેશે.
  • ત્યાર બાદ, “લોગીન” કરી ને “MY Profile” અપડેટ કરવાની રહેશે.
  • ત્યાં “Scholarship” ઓપ્શન પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
  • જૂના વિદ્યાર્થીઓને “Renewal” ઓપ્શન પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
  • પછી, વિદ્યાર્થીઓને માગ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે અને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઇન અરજી થઇ ગયા બાદ “ફ્રેશ” તથા “રીન્યુઅલ” વિદ્યાર્થીઓને તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ બિડાણ કરી શાળા/કોલેજમાં જમાં કરાવવાના રહેશે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

અગત્યની સૂચના

SC (અનુસુચિત જાતિ) માટેઅહી ક્લિક કરો
SEBC (બક્ષીપંચ) SEBC માટેઅહી ક્લિક કરો
ST (અનુસુચિત જનજાતિ) માટે અહી ક્લિક કરો

અગત્યની તારીખ

  • ફોર્મ શરૂ તારીખ : 15/09/2022
  • ફોર્મ છેલ્લી તારીખ : 15/10/2022

હેલ્પ લાઇન નંબર Contact No : 18002335500

અગત્યની લીંક

રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો
લોગીન કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટdigitalgujarat.gov.in

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

જો પાસવર્ડ ભૂલી ગયા છો તો શું કરવું ?

રીસેટ બટન પર ક્લિક કરીને તમારો પાસવર્ડ પુનઃપ્રાપ્ત કરી શકો છો. તમારો પાસવર્ડ ફરીથી જનરેટ થશે અને તમારા મોબાઈલ નંબર પર SMS મોકલવામાં આવશે.

ઓનલાઇન અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી ?

વિદ્યાર્થી તેની લૉગિન વિગતો સાથે લૉગિન કરીને ઑનલાઇન અરજીની સ્થિતિ ચકાસી શકે છે.

શું છેલ્લી તારીખ પછી શિષ્યવૃત્તિ અરજી કરી શકાય ?

જ્યાં સુધી તારીખ લંબાવવામાં ન આવે ત્યાં સુધી તમે અરજી કરી શકતા નથી કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ નોંધણી કરવાની મંજૂરી આપશે નહીં તેથી કૃપા કરીને સમયસર કરો.

ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી શું કરવું જોઈએ ?

એપ્લિકેશનને લૉક કરીને સંસ્થાને ઑનલાઇન ફોરવર્ડ કર્યા પછી, તમારે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ (આ બારકોડ સાથે આવશે), તેના પર સહી કરો અને તેને દસ્તાવેજો સાથે સંસ્થામાં સબમિટ કરો.

શું ડિજિટલ ગુજરાત માટે કોઈ એપ્લિકેશન ID છે ?

હા. ઉમેદવારની અરજી નોંધાયા પછી તેને એપ્લિકેશન ID પ્રદાન કરવામાં આવશે તે ઉમેદવારોને SMS અને ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમની અરજી ID નોંધવી જોઈએ કારણ કે તે ભવિષ્યમાં જરૂરી રહેશે.

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ શું છે ?

છેલ્લી તારીખ: 15/09/2022

Stay Connected With Gpscpreparation.com For Latest Updates

Updated: October 2, 2022 — 5:21 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *