GUEEDC: ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GUEEDC: ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સરકારની વિવિધ સહાય ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ gueedc.gujarat.gov.in આ યોજનાનો લાભ લેવો સરળ છે. ગુજરાત સરકાર દ્વારા દરેક ને લાભ મળે તે માટે આ ફોર્મ ભરવા જરૂરી છે. આ ફોર્મ વધુ માં વધુ ભરવામાં આવે તો દરેક બિનઅનામત વર્ગને આર્થિક શૈક્ષણિક રીતે ઘણો બધો ફાયદો થાય છે. લાગૂ પડતા લોકોને અનામત ફોર્મ ભરવા માટે ની યોજના ઓ વિશે જાણ કરવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા બિન અનામત નું ફોર્મ ભર્યા બાદ શું લાભ થાય છે તેના વિશે આપણે જાણીશું.

GUEEDC
GUEEDC 2023

GUEEDC બિનઅનામત વર્ગ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ

  • શૈક્ષણિક અભ્યાસ લોન સહાય યોજના (GUEEDC)
  • કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના
  • વિદેશ અભ્યાસ લોન
  • ટ્યુશન સહાય
  • ભોજન બિલ સહાય
  • JEE, GUJ, CET, NEET, પરીક્ષા માટે કોચિંગ સહાય

શૈક્ષણિક અભ્યાસ લોન સહાય યોજના (GUEEDC)

ગુજરાત રાજ્યમાં ચાલતા મેડિકલ ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી હોમિયોપેથી વેટનરી, આયુર્વેદ આર્કિટેક્ચર અને ફિઝીયોથેરાપી જેવા સ્વનિર્ભર સનાતન કક્ષાના અભ્યાસક્રમો માટે દસ લાખ સુધીની લોન આપવામા આવશે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના

જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 મા 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના માટે ૨૫ લાખ સુધીની લોન આપવામા આવશે.

વિદેશ અભ્યાસ લોન

વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી એમ.બી.બી.એસ માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રીસચૅ જેવા ટેકનિકલ પેરામેડિકલ અને પ્રોફેશનલ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૧૫ લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવશે.

ટ્યુશન સહાય

જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં 70% મેળવ્યા હોય તથા ધોરણ 11.12,ના વિજ્ઞાન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ ને દર વર્ષે વાર્ષિક ૧૫૦૦૦ સુધી ટ્યુશન પ્રોત્સાહક સહાય માટે લોન આપવામા આવશે.
કોઈપણ સંસ્થા/ સમાજ/ ટ્રસ્ટ દ્વારા ચલાવતા ટ્યુશન ક્લાસ ના વિદ્યાર્થીઓને પણ સહાય આપવામા આવશે.

ભોજન બિલ સહાય

ભોજન બિલ સહાય બિનઅનામત વર્ગના સ્નાતક કક્ષાના મેડિકલ, પેરામેડિકલ, ડેન્ટલ ટેકનિકલ, જેવા અભ્યાસ કર્મો માં અભ્યાસ કરતા સરકારી અનુદાનિત છાત્રાલય શિવાયના છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને 10 મહિના માટે 1200 રૂપિયા દર મહિને ભોજન બિલ સહાય આપવામા આવશે.
કોઈ પણ સમાજ / ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબ ની ભોજન બિલ સહાય આપવામા આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી વર્ગ એક વર્ગ ૨ અને વર્ગ 3 ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષા માટે માન્ય સંસ્થાઓ ધરાવતા તાલીમ માટે દરેક વિદ્યાર્થી દીઠ 20000 રૂપિયા અથવા ખરેખર ચુકવેલી રકમમા જે ઓછુ હોય તે માત્ર એક વખત સહાય આપવામા આવશે.

GUEEDC: JEE, GUJ, CET, NEET, પરીક્ષા માટે કોચિંગ સહાય

ધોરણ 12 નાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડીકલ એન્જીનીયરીંગ માં પ્રવેશ માટે JEE, GUJCET, NEET, જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓ માં કોચિંગ માંટે દરેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20000 રૂપિયા મુળ રકમ તે પૈકી જે ઓછું હોય તે કોચિંગ સહાય મળવાપાત્ર થશે ધોરણ 10 માં 70% હશે તોજ આ સહાય મળશે.

સ્વરોજગારલક્ષી યોજનાઆે

વાહનો માટે: રિક્ષા, લોડિંગ રીક્ષા maruti eeco જીપ, ટેક્સી જેવા વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ લોન તરીકે સહાય આપવામા આવશે.
વ્યવસાય માટે: કરિયાણાની દુકાન store book stall, રેડીમેડ ગારમેન્ટ અથવા કોઈપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે વધુમાં વધુ નક્કી કરેલ યુનિટ કોસ્ટ અથવા ખરેખર થયેલ છે ઓછું હોય તે સહાય મળશે,
તબીબી સ્નાતક વકીલ ટેકનિકલ નાટક માટે બેંક ધિરાણ સામે વ્યાજ સહાય: તબીબ વકીલ ટેકનિકલ સ્નાતક થયેલ લાભાર્થી ને પોતાનું આવગુ ક્લિનિક લેબોટરી/ ક્લિનિક, રેડિયોલોજી કે ઓફિસ ખોલવા માટે બેન્ક પાસેથી લીધેલ રૂપિયા 10 લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય આપવામા આવશે.
બેંક ધિરાણ સામે વ્યાજ સહાય: ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સ લોજિસ્ટિક ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સાથી મેળવવા બેંકમાંથી રૂપિયા છ લાખ સુધી ની લીધેલ લોન પર પાંચ ટકા વ્યાજ સહાય આપવામા આવશે.

GUEEDC: અગત્યની લીંક

ઓફિસિયલ વેબસાઈટ : અહિ ક્લિક કરો

હોમ પેજ : અહિ ક્લિક કરો

GUEEDC આ યોજનાઓની વધુ માહિતી નિગમ ની વેબસાઈટ www.gujarat.gov.in પરથી મળી રહેશે.

1 thought on “GUEEDC: ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ”

Leave a Comment