ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે

ગુજરાત NMMS સ્કોલરશીપ 2022: રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ – 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષાનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.

ગુજરાત NMMS સ્કોલરશીપ 2022

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS સ્કોલરશીપ પરીક્ષાનું નોટિફિકેશન 07 ઓક્ટોબર 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 11 ઓક્ટોબર 2022 થી 05 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાના મેરિટમાં સિલેક્ટ થશે તમેને માસિક રૂ.1000/- ના લેખે વાર્ષિક 12000 રૂપિયા મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર થશે.

યોજનાનું નામનેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
પોસ્ટનું નામNMMS પરીક્ષા 2022
જાહેરાત ક્રમાંકરાપબો/NMMS/2022/9113-67
અરજી પ્રકારઓનલાઈન
મળવાપાત્ર શિષ્યવૃત્તિ4 વર્ષના કુલ 48000/- રૂપિયા
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ05 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.sebexam.org

ગુજરાત NMMS પરીક્ષા 2022

કેન્દ્ર સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા NMMS પરીક્ષા નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા માં ધોરણ 8 માં ચાલુ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા કોણ ધરાવે છે તેની તમામ માહિતી માટે National Scholarship Portal માં આપેલી સૂચનાઓ અવશ્ય વાંચવી.

ગુજરાત NMMS પરીક્ષા 2022
ગુજરાત NMMS પરીક્ષા 2022

ગુજરાત NMMS સ્કોલરશીપ પરીક્ષા પાત્રતા

 • જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકશે.
 • જનરલ અને ઓબીસી કેટેગરી ના વિદ્યાર્થીઓએ ધોરણ 7 માં 55% અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.

આવક મર્યાદા

 • NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ વાલી ની આવક મર્યાદા રૂ.3,50,000 થી વધુ ન હોવી જોઈએ.

NMMS પરીક્ષા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

 • ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ
 • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
 • આવકના દાખલા ની પ્રામાણિત નકલ
 • ધોરણ 7 માર્કશીટ
 • જાતિના પ્રમાણપત્રની નકલ
 • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

ગુજરાત NMMS પરીક્ષા ઓનલાઈન ફોર્મ

આ જાહેરાત ના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તારીખ 11/10/2022 થી 05/11/2022 સુધી www.sebexam.org પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

NMMS પરીક્ષા ફી

Gen/OBC/EWSરૂ.70/-
SC અને STરૂ.50/-
 • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
 • કોઈપણ સંજોગોમાં ફી પાછી આપવામાં આવશે નહિ.

NMMS પરીક્ષા અભ્યાસક્રમ

 • કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
 • MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 90 90 મિનિટ
 • SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 90 90 મિનિટ

NMMS પરીક્ષા 2022 અગત્યની તારીખો

 • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ: 07/10/2022
 • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો: 11/10/2022 થી 05/11/2022
 • પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો: 11/10/2022 થી 10/11/2022
 • શાળા દ્વારા ભરાયેલ ફોર્મ તાલુકા પ્રાથમિક કચેરીમાં જમા કરાવવાની તારીખ: 14/11/2022
 • પરીક્ષા તારીખ: ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023 માસ
નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
Visit To Home Pageઅહીં ક્લિક કરો

ગુજરાત NMMS પરીક્ષા FAQ

NMMS પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 05/11/2022 છે.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022 છે.

NMMS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે?

NMMS પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.

NMMS પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

NMMS પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 05/11/2022 છે.

શું ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ NMMS 2022-23 માટે અરજી કરી શકે છે?

ના, માત્ર નિયમિત વિદ્યાર્થીઓ જ NMMS 2022-23 માટે પાત્ર છે.

NMMS 2022-23 પરીક્ષા માટે લાયકાતના ગુણ શું છે?

MAT અને SAT ના લાયકાત ગુણ દરેકમાં 40% છે (SC/ST માટે 32%).

શું NMMS શિષ્યવૃત્તિ પરીક્ષામાં કોઈ નકારાત્મક માર્કિંગ છે?

ના, NMMS પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

NMMS શિષ્યવૃત્તિ માટે આખરે કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે?

NMMS શિષ્યવૃત્તિ માટે દર વર્ષે કુલ 100,000ની પસંદગી કરવામાં આવી રહી છે.

NMMS પરીક્ષા કેન્દ્રોની વિગતો કેવી રીતે મેળવવી?

NMMS એડમિટ કાર્ડ પર પરીક્ષા કેન્દ્રનું સરનામું દર્શાવેલ છે

Stay Connected With Gpscpreparation.com For more and Latest Updates


Updated: October 17, 2022 — 5:24 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *