તલાટી – જુનિયર ક્લાર્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? નમસ્કાર વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ ભરતી વિશે તેમજ તેની તૈયારી વિશે જાણકારી લઈને આવ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા હવે થોડા સમયમાં આવવાની છે, તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં તેની તૈયારી કેવી રીતે કરવી તેને લઈને મૂંઝવણ હશે. તો આજના આ લેખની અંદર અમે તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેની વિશે વિગતવાર માહિતી આપીશું.

અગાઉના વર્ષમાં લેવાયેલી તલાટીની પરીક્ષાના પ્રશ્નપત્રનું એનાલિસિસ
વિષય | 2014 | 2015 | 2017 |
ભારતનું બંધારણ | 07 | 03 | 05 |
વર્તમાન પ્રવાહ | 06 | 03 | 08 |
ઇતિહાસ/સાંસ્કૃતિક વારસો | 10 | 09 | 10 |
વિજ્ઞાન અને ટેકનોલોજી | 03 | 06 | 01 |
ભૂગોળ (ગુજરાત/ભારત) | 03 | 04 | 06 |
ગણિત અને રીઝનીંગ | 15 | 17 | 15 |
અર્થશાસ્ત્ર | – | 01 | 02 |
અંગ્રેજી | 15 | 15 | 15 |
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ | 34 | 36 | 33 |
GK | 07 | 04 | 05 |
અગાઉના વર્ષમાં લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્રનું એનાલિસિસ
વિષય | 2014 | 2015 | 2017 |
ગુજરાત અને ભારત ભૂગોળ | 6 | – | 9 |
ગુજરાત અને ભારતનો ઇતિહાસ | 2 | 5 | 11 |
ગુજરાતી સાહિત્ય | 9 | 18 | 15 |
ગુજરાતી વ્યાકરણ/ભાષા | 25 | 21 | 20 |
ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો | – | 6 | 6 |
ભારતનું બંધારણ | 7 | 1 | – |
વર્તમાન પ્રવાહ | 4 | 14 | – |
વિજ્ઞાન અને ટેકનોલોજી | 7 | 1 | 3 |
અર્થશાસ્ત્ર | 7 | – | – |
અંગ્રેજી વ્યાકરણ | 15 | 15 | 15 |
ગણિત | 8 | 15 | 15 |
તાર્કિક કસોટી | 2 | – | – |
સામાન્ય જ્ઞાન | 8 | 5 | 5 |
તલાટી અને જુનિયર ક્લાર્ક ભરતીની માહિતી
- ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
- કુલ જાહેરાતની સંખ્યા : 4618
- તલાટી કમ મંત્રીની જગ્યા : 3437 જગ્યા
- જુનિયર ક્લાર્કની જગ્યા : 1181 જગ્યા
- ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હમણાં થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા તારીખ 08/01/2023 અને તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા તારીખ 29/01/2023 જાહેર કરવામાં આવી છે.
પગારધોરણ :
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પસંદ થયા પછી નિમણૂક પત્ર મળ્યા બાદ 5 વર્ષ માટે 19950/- ફિક્સ પગાર મળવા પાત્ર છે.
ભરતી પ્રક્રિયા :
- GPSSB દ્વારા આ બંને કેડરની પરિક્ષા માટે 100 ગુણની સ્પર્ધાત્મક પરિક્ષાનું આયોજન કરવામાં આવશે.
- GPSSB દ્વારા જાહેર કરાયેલ તારીખના દિવસે પરિક્ષાના સિલેબસ મુજબ OMR પદ્ધતિ સ્વરૂપે પરિક્ષા લેવામાં આવશે.
- પરિક્ષા પદ્ધતિમાં પ્રશ્નદીઠ 1 ગુણ રહેશે.અને પ્રત્યેક ખોટા જવાબદીઠ 0.33 ગુણ માઇનસ પદ્ધતિ મુજબ કાપવામાં આવશે.
- સ્પર્ધાત્મક પરિક્ષાના આયોજન બાદ નિયત સમયગાળામાં કુલ જગ્યાને આધારે કેટેગરી વાઇઝ પસંદગી યાદી અને પ્રતિક્ષાયાદી બહાર પાડવામાં આવશે.
પરીક્ષાનો સિલેબસ :
- ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી અને જુનીયર ક્લાર્કની ભરતી પરિક્ષા માટે એક સરખો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે.
- સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારો બંને કેડરની એકસાથે જ તૈયારી કરી શકશે.
- સ્પર્ધાત્મક પરિક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે. અને તેનો ગુણભાર નીચે મુજબ છે.
વિષય | ગુણ |
સામાન્ય જ્ઞાન | 50 |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 10 |
સામાન્ય ગણિત | 10 |
કુલ ગુણ | 100 |
સામાન્ય જ્ઞાનમાં નીચે મુજબના વિષયના પ્રશ્નો આવરી લેવામાં આવે છે :
- સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
- ગુજરાત અને ભારતનો ઇતિહાસ
- ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો
- ગુજરાત અને ભારતનું ભૂગોળ
- રમત ગમત
- ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા
- પંચાયતી રાજ
- કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી સંચાર ટેકનોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહ
તૈયારી કેવી રીતે કરવી ?
- સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ ભરતી ની સંપૂર્ણ સમજ, ભરતીનો સિલેબસ, ભરતી પરિક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના સોર્સ, કયા કયા પુસ્તકો વાંચવા જેવી તમામ બાબતોની જાણકારી હોવી જોઇએ.
- સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવામાં યોગ્ય સમય ફાળવવો ખુબ જરૂરી છે.
- પરિક્ષાની તૈયારી શરુ કરો ત્યારથી લઇને પરિક્ષાની તારીખ સુધીમાં સંપૂર્ણ સિલેબસ પૂર્ણ થાય ત્યારબાદવિષયને અનુલક્ષીને રિવિઝન થઇ શકે તેવુ સંપૂર્ણ આયોજન હોવું જરૂરી છે.
- પરિક્ષાની તૈયારી કરવા માટે યોગ્ય વાતાવરણ અને પરિક્ષા પાસ કરવાની લગન હોવી જોઇએ.
- પરિક્ષાની તૈયારી માટે ઓનલાઇન પ્લેટફોર્મ અને ઘરે બેસીને પુસ્તકોના અભ્યાસ થકી ખુબ જ સારી રીતે તૈયારી થઇ શકે છે.
- ઉમેદવાર પોતાના સમયગાળા અને દરરોજના ટાઇમટેબલ મુજબ પોતાને અનુકૂળ રહે તે રીતે તૈયારી કરી શકે છે.
પરીક્ષા પાસ કરવા માટે નીચે મુજબના મુદ્દા ખાસ જરૂરી છે.
- પરીક્ષાના સિલેબસ મુજબ તૈયારી
- સમયનું મેનેજમેન્ટ
- દરરોજ પ્રશ્નોની પ્રેક્ટિસ
- ડેઈલી અને વિકલી રિવિઝનના પ્લાન
- મોક ટેસ્ટ અને રિવિઝન ટેસ્ટ
- પાછલા વર્ષના પ્રશ્નોનું સોલ્યુશન
- વિષયના ગુણભાર પ્રમાણે સમયનું મૂલ્યાંકન
- રિવિઝન એ વિષયની દરેક બાબતનો ખ્યાલ ટુંક સમયમાં અપાવી દે છે કેમ કે જે વિષય તમે અમુક સમયસુધી વાંચેલો છે એ જ વિષયને ફક્ત નજર ફેરવી લેવાથી તેની ઝીણવટપૂર્વકની દરેક બાબતો યાદ રહી શકે છે.
- તલાટી કમ મંત્રી અને જુનીયર ક્લાર્કની પરિક્ષાને અનુલક્ષીને જોઇએ તો પરિક્ષાના દિવસ અગાઉ 15 થી 20 દિવસ જેટલું રિવિઝન કરશો તો પરિક્ષામાં તમે સારા ગુણ મેળવી શક્યો.
રિવિઝન કેવી રીતે કરવું ?
- જે વિષયનું રિવિઝન કરવાનું હોય તે વિષયનું પરિક્ષાને અનુલક્ષીને કેટલું મહત્વ છે તે જોઇને વિષયનું રિવિઝન કરવું.
- જે તે વિષયમાં આવતા મુખ્ય મુદ્દાઓ, અગાઉની પરિક્ષામાં પુછાયેલા પ્રશ્નોના મુદ્દાઓ, હાલની ઘટ-વેઅનુલક્ષીને વિષયમાં સમાવિષ્ટ અન્ય મુદ્દાઓ જેવા ઘણા તથ્યોને વાંચી લેવા.
- રિવિઝન કરતી વખતે ક્યારેય સંપૂર્ણ ટોપિક વાંચવા બેસવુ નહીં. જે તે મુદ્દામાં આવતી ચોક્કસ બધા વિધાનો પરિક્ષામાં પૂછાઇ શકે એવા હોય તે જ વાંચવા.
- ગૃપ ડિસ્કસન એ રિવિઝનનો જ એક ભાગ છે. એટલે કે એક સાથે તૈયારી કરતા 3 થી 4 મિત્રો પોતાના વાંચવાના સમયગાળામાં 1 થી 2 કલાક જેટલો સમય ફાળવીને ગૃપ ડિસ્કસન કરી શકે છે.
- ગૃપ ડિસ્કસન દ્વારા એકબીજાને મુંઝવણરૂપ પ્રશ્નોના જવાબ આસાનીથી મેળવી શકો છો.
- રિવિઝન કરતી વખતે બધા વિષયો એક સાથે લઇને બેસવું નહીં અમુક દિવસોના સમયગાળા મુજબવિષયોને ગોઠવીને રિવિઝન કરવું.
Mock Test દ્વારા પરીક્ષાની પ્રેક્ટિસ કેટલી જરૂરી છે.
- Mock Test એ વિદ્યાર્થીના અગાઉ પરિક્ષા આપવાના અનુભવ ઉપર આધાર રાખે છે.
- Mock Test આપવાથી પરિક્ષામાં સમય, પ્રશ્નોનું વાંચન, પ્રશ્નનો ઉત્તર આપવાની રણનીતિ, OMRમાં પ્રશ્નોના જ્વાબ ટીક કરવાની પ્રેક્ટિસ જેવી બાબતોમાં પકડ બનાવી શકાય છે.
- Mock Test આપેલી હોય તો પરિક્ષા દરમિયાન સમય ઘટવાની તકલીફ ઓછી રહે છે.
- Mock Test આપતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તમે જે Mock Test આપો છો તેમાં પરિક્ષાના સિલેબસ મુજબના પ્રશ્નોનો સમાવેશ થાય છે કે કેમ? આ બધી બાબતો યોગ્ય હોય તો જ એ Mock Test આપવી.
- Mock Test આપતા હોય અને આપના ધારેલ મુજબનું પરિણામ ન આવે તો ગભરાવું કે ચિંતા કરવી નહીં, કારણ કે ઉમેદવાર જે પરિક્ષા આપવા જઇ રહ્યો છે તે પરિક્ષા પદ્ધતિ મુજબ પ્રશ્નપત્રનું લેવલ કેવું હશે તે ભરતી બોર્ડ સિવાય કોઇને ખ્યાલ હોતો નથી.
- Mock Test આપતા હોવ તો Mock Test આપ્યા બાદ તમારા કયા વિષયના પ્રશ્નો ખોટા પડે છે, કયાવિષયમાં ઓછા માર્કસ આવે છે જે તે વિષયના ટોપિકને ફરીથી રિવિઝન કરી લેવાથી પરિક્ષામાં યોગ્ય રીતેસારુ પરિણામ લાવી શકાય છે.
કયા પ્રશ્નો ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ
- તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની પરિક્ષામાં સારા ગુણ મેળવવા માટે અંગ્રેજી ભાષા અને ગુજરાતીભાષા અને તેના વ્યાકરણમાં વિશેષ ધ્યાન આપવું.
- આ બંને વિષયો ઉપરાંત બંધારણ, પંચાયતી રાજ અને સામાન્ય ગણિત જેવા વિષયો એ સારો સ્કોર કરાવી શકે છે.
- જે વિષયોનો ગુણભાર વધુ હોય તે વિષયોને વધારે સમય આપવો અને તે સિવાયના વિષયોની સામાન્ય સમજ અને પરિક્ષાલક્ષી તૈયારી કરી લેવી વધારે હિતાવહ રહેશે.
એક જ વિષયના એકથી વધુ પુસ્તક વાંચવા કે નહીં ?
- કોઇ એક વિષયના એક થી વધુ પુસ્તક કે બજારમાં મળતા કોઇ પણ નવા નવા પુસ્તકોની ખરીદી કરીને વાંચવા નહીં.
- કોઇ એક વિષયના દસ પુસ્તક લેવા કરતા એક જ વિષયનું કોઇ ઓથેન્ટિક પુસ્તક લઇ દસ વખત વાંચવુ વધારે હિતાવહ રહેશે.
- તમે કઇ પરિક્ષાની તૈયારી કરો છો એ પરિક્ષાને ધ્યાનમાં રાખી જે તે વિષયનું પુસ્તક પરિક્ષાના સિલેબસ અનુસાર વાંચનમાં લેવું.
કયા વિષયમાં વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ ?
- તલાટી અને જુનીયર કલાર્કની પરિક્ષામાં પ્રેક્ટિસ જરૂરી છે.એવા વિષયો ગણિત, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ છે.
- આ વિષયોમાં નિયમો, સુત્રો અને અન્ય તથ્યાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવાથી આ વિષયોમાં સારા ગુણ મેળવી શકાય છે.
- પ્રેક્ટિસ કરવા માટે પણ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવો કે જેમાં એક પ્રકરણ પૂર્ણ થયા બાદ તે પ્રકરણમાં સમાવેશ થયેલ દરેક નિયમો, સુત્રો અને મહાવરાની એક થી વધુ વખત પ્રેક્ટિસ કરવી જેથી પરિક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં સવાલ વાંચતા સરળતાથી યાદ આવી શકે.
તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે મહત્વની બાબતો આ લેખમાં દર્શાવવામાં આવી છે. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થાય, આના સિવાય જો કોઈ બાબત બાકી રહી ગઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ આપવા વિનંતી આભાર.
Stay Connected With Gpscpreparation.com For More and Latest Updates