કરોડો Subscribers ધરાવતી આ બે સરકારી વીમા કંપનીઓના પ્રીમિયમમાં થયો વધારો, જાણો ગ્રાહકો ઉપર શું પડશે અસર

નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વની બાબત લઈને આવ્યા છીએ. અત્યારના આ આધુનિક સમયમાં વીમા અને વીમાઓની સેવાઓનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે. વ્યક્તિઓ પોતાના વાહનો, સ્વાસ્થ્ય, વ્યવસાય કે બિઝનેસ, તેમજ અન્ય ઘણા વીમાઓ લેતા હોય છે. જે અલગ-અલગ પ્રીમિયમ પ્રમાણે હોય છે. આજે આવી જ બે સરકારી વીમા કંપનીઓની વાત આજના આ લેખની અંદર કરવાના છીએ,તો મહેરબાની કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી. દરરોજ આવી જ અપડેટ મેળવવા માટે Gpscpreparation.com વેબસાઈટ તપાસતા રહો.

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રદાન કરવા માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એટલે કે PMJJBY અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એટલે કે PMSBY શરૂ કરવામાં આવી હતી. આ વીમા યોજના 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બંને વીમા યોજનાના વીમા પ્રીમિયમની અંદર વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ વીમા પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ બંને સ્કીમના ખરીદદારોને દરરોજ 1.25 રૂપિયા ખર્ચવા પડશે. આ બંને વીમા યોજનાઓ બેંકના ખાતા ધારકોને આપવામાં આવે છે અને વિમાનો પ્રીમિયમ પણ બેન્કમાંથી ઓટોમેટીક કપાય જાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયાથી વધારીને 436 રૂપિયા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક વીમા પ્રીમિયમ જે પહેલા 12 રૂપિયા હતું હવે તે 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. વીમાના પ્રીમિયમના આ નવા દર 1 જૂનથી લાગુ કરી દેવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે રીમા પ્રિમિયમમાં વધારો થવાથી કેટલા લોકોને અસર થશે.

વીમા યોજનાઓના દેશભરમાં કરોડો ગ્રાહક

ભારતના નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ 31 માર્ચ 2022 સુધીમાં PMJJBY પાસે 6.4 કરોડ અને PMSBY 22 કરોડ ગ્રાહક હતાં. આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆતથી 31 માર્ચ 2022 સુધી પ્રીમિયમ તરીકે 1,134 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે અને 2,513 કરોડ રૂપિયાના ક્લેઈમ ચૂકવવામાં આવ્યા છે. આવી જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમ તરીકે ₹.9,737 કરોડ રકમ જમાં કરવામાં આવી હતી અને ₹.14,144 કરોડોના ક્લેઈમ ચૂકવવામાં આવ્યા હતા.

જે વીમાધારક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લે છે તો તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વિમા ધારકના અકસ્માત કે તે અપંગ થાય તો તેમને 2 લાખ રૂપિયા મળવા પાત્ર થાય છે.

PMJJBY નો ક્લેમ રેશિયો 145 ટકા અને PMSBY નો ક્લેમ રેશિયો 221 ટકા

નાણા મંત્રાલયે કહ્યું કે જ્યારે આ બંને યોજનાઓ 2015માં શરૂ કરવામાં આવી હતી ત્યારે તેમના વાર્ષિક પ્રીમિયમ ક્લેમનો નિર્ણય અનુભવના આધારે કરવામાં આવ્યો હતો. 31 માર્ચ 2022ના રોજ PMJJBY નો ક્લેમ રેશિયો 145 ટકા છે અને PMSBY નો ક્લેમ રેશિયો 221 ટકાથી વધુ છે. પ્રીમિયમની સરખામણીમાં કંપની દ્વારા ચૂકવવામાં આવેલા દાવાની સંખ્યાને ક્લેમ રેશિયો કહેવામાં આવે છે. ધારો કે વીમા કંપનીએ એક વર્ષમાં કુલ રૂ. 100નું પ્રીમિયમ મેળવ્યું અને તે જ સમયગાળામાં 145 ક્લેમ ચૂકવ્યા તો તેનો ક્લેમ રેશિયો 145 ટકા હશે.

www.Gpscpreparation.com તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Updated: June 4, 2022 — 12:54 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *