ભારત- ઓસ્ટ્રેલિયા મેચ : હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો આવતી કાલે મેચ સમયે કેવુ રહેશે વાતાવરણ, અમદાવાદના મોટેરા સ્ટેડિયમાં આવતીકાલે મેચનો મહામુકાબલાને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યાં હવામાન વિભાગે ફાઈનલ મેચ પહેલા મોટી આગાહી કરી છે. ક્રિકેટ રસિકો માટે ખુશખબર છે. કારણ કે આવતીકાલની મેચમાં વરસાદ વિલન નહીં બને. હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આવતીકાલે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગવવામાં આવ્યુ છે.

ભારત- ઓસ્ટ્રેલિયા મેચ સમયે કેવુ રહેશે વાતાવરણ
Table of Contents
અમદાવાદના મોટેરા સ્ટેડિયમાં આવતીકાલે મેચનો મહામુકાબલાને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યાં હવામાન વિભાગે ફાઈનલ મેચ પહેલા મોટી આગાહી કરી છે. ક્રિકેટ રસિકો માટે ખુશખબર છે. કારણ કે આવતીકાલની મેચમાં વરસાદ વિલન નહીં બને. હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આવતીકાલે વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગવવામાં આવ્યુ છે.
ઉત્તર-પૂર્વના ઠંડા પવનોથી ઠંડીમાં વધારો
ઉત્તર-પૂર્વના ઠંડા પવનોથી ઠંડીમાં વધારો જોવા મળશે. જેથી હવે ક્રિકેટ રસિયાઓને નિરાશા નહીં સાંપડે.ખાસ કરીને જેઓ મેચ જોવા માટે સ્ટેડિયમમાં જવાના છે તેઓ હવામાન વિભાગની આગાહી સાંભળીને ચિંતામુક્ત થઈ જશે. તાપમાન પણ સામાન્ય રહેવાનું હોવાથી લોકોને ગરમીનો સામનો પણ નહીં કરવો પડે.આમ ક્રિકેટ રસીકો માટે મેચ ખૂબ જ રોમાંચક અને આનંદમય બની રહેશે.