પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ

પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ

હેલો મિત્રો આજે આ માહિતી પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : જાણો કેવો રહેશે પવન અને હવામાન તેની સમ્પુણઁ માહિતી અને ગુજરાતી માં માહિતી પણ તમને અહીંથી તમને મળી જશે અને શેર પણ કરજો

પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : ગુજરાતમા ઉતરાયણ પર પતંગ ચગાવવાની લોકો આતુરતાથી રાહ જોત્ત હોય છે.

સમગ્ર ગુજરાતના તમામ પતંગરસિયાઓને આનંદમાં લાવી દે એવા એક સમાચાર મળી રહ્યા છે

છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની નહીં કરી હોય એટલી મજા આ વખતે ઉતરાયણ મા આવશે.

હવામાન વિભાગની આગાહિ મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિ જેટલો રહેવાની સંભાવના છે.

એટલું જ નહીં, બંને દિવસ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેવાની આગાહિ છે.

છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જતો હોય છે જેને લીધે પતંગબાજો પતંગ ચગાવવાનો પુરો આનંદ ઉઠાવી શકતા નથી.

આ સમસ્યા આ વખતે ઉતરાયણ પર દૂર થઈ જશે એ નક્કી છે.

ઠંડી ઓછી પડવાની શકયતાઓ

અત્યારે ઉત્તર ભારતમા વાતા ઠંડા પવનોને કારણે આખું ગુજરાત ઠંડીમા ઠૂંઠવાઈ ગયું છે. દિવસે પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જતો નથી.

આવામાં ઠંડા સાથે તેજ પવન, જે 25-30 કિ.મી.ની ગતિએ ફૂંકાય છે, એને કારણે ઠંડી ખૂબ જ વધી ગઈ છે.

દિવસે પણ લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે.

જો આવુ જ વાતાવરણ ઉત્તરાયણ ના દિવસે રહેશે તો પતંગ કેમના ચગાવાશે એવી પતંગરસિયાઓમાં ચિંતા વ્યાપેલી છે.

જોકે હવામાન વિભાગ અનુસાર, આગામી 10 જાન્યુઆરીથી ઠંડી દૂર થવાની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળશે.

મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી

હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાન 20 ડીગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે.

સવારના સમયે પવનની ગતિ સહેજ વધુ રહેશે અને કલાકના 20 કિ.મી

. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગરસિયાઓને પતંગ ચગાવવાની ખરી મજા આવશે,

કારણ કે ઠંડી ઘટવા લાગશે અને ધીમે-ધીમે 4 વાગ્યા સુધીમાં તાપમાન 25 ડીગ્રીએ પહોંચશે.

જ્યારે પવનની ગતિ પણ ઓછી થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.
ઉતરાયણ પવન આગાહિ

વાસી ઉતરાયણ હવામાન ની આગાહી

આ વખતે વાસી ઉતરાયણ એટલે કે ૧૫ જાન્યુઆરી ના દિવસે રવિવાર આવતો હોવાથી પતંગરસિયાઓને ૨ દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકસે.

મિત્રો અહીં નીચે આપેલ લિંક માંથી આ પોસ્ટ ની ક્રેડિટ લિંક મળી જશે અને શેર કજરો મિત્રો તમારા બીજા ગ્રૂપ્સ માં પણ મોકલજો

ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.જેટલો વધારો થઈ શકે છે.

આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે.

જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શકયતાઓ છે.

આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.

Updated: January 7, 2023 — 12:01 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *