દીકરીઓના લગ્ન કરાવામાં હવે સરકાર કરશે મદદ: કુંવરબાઈનું મામેરું યોજના દ્વારા ઓનલાઈન ફોર્મ ભરો

કુંવરબાઈનું મામેરું યોજના: નમસ્કાર પ્રિય Gpscpreparation.com વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી લઇને આવ્યા છીએ જેના દ્વારા તમને ઘણો લાભ થશે. ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના જાહેર કરવામાં આવી છે જેના અંતર્ગત દીકરીઓને લગ્ન સમયે લાભ મળશે. ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in) અંતર્ગત કુંવરબાઈનું મામેરું યોજના જાહેર કરવામાં આવી છે. આ Kuvarbai Mameru Yojana દ્વારા સામાજિક અને આર્થિક રીતે જે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન સમયે સરકાર દ્વારા તેમને રૂપિયા 10,000 લાભ આપવામાં આવે છે. આ કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે e Samaj Kalyan પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ યોજનાની રકમ રૂ.10,000 સીધા દુલ્હનના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના: ગુજરાતના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના
કુંવરબાઈનું મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના વિશે માહિતી

આ યોજનાનું નામ ગુજરાત કુંવરબાઈનું મામેરું યોજના
આ યોજનાની ભાષા ગુજરાતી અને English
આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યની અંદર જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવશે
કોને મળવાપાત્ર લાભ ગુજરાતની દીકરીઓને
સહાયની રકમ – 1આ યોજનાનો લાભ તારીખ – 01/04/2022 પહેલાં જે દીકરીઓના લગ્ન થયા હોય તો તેમને રૂ.10,000 ની સહાય મળવાપાત્ર થશે.
સહાયની રકમ – 2આ યોજનાનો લાભ તારીખ – 01/04/2022 પછી જે દીકરીઓના લગ્ન થયા હોય તો તેમને રૂ.12,000 ની સહાય મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજના શું છે?

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક યોજના છે. આ યોજના ગુજરાત સરકારના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે,જેની અંદર અનુસુચિત જાતિ અને જનજાતિની કન્યાઓને આનો લાભ મળવા પાત્ર છે. આ યોજના તે દીકરીઓના લગ્ન થયા પછી તેમને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનાને બીજા નામ એટલે કે મંગળ સુત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ યોજના અંતર્ગત અરજદારને સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં પહેલાં આ સહાય માટે રૂ.10,000 અને અત્યારે રૂ.12,000 સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈ મામેરું યોજના કાર્યસુચી

અનુસુચિત જાતિ અને જનજાતિની કન્યાઓને આનો લાભ મળવા પાત્ર છે. આ યોજના તે દીકરીઓના લગ્ન થયા પછી તેમને આ યોજનાનો લાભ મળે છે.

અનુસુચિત જાતિ અને જનજાતિની કન્યાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત (તા – 01/04/2022 પછી લગ્ન કરનાર કન્યાને ) સુધારેલા દર મુજબ રૂ.12,000/- ની સહાય મળવાપાત્ર થશે. તેમજ આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને રૂ.10,000/- ની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજનાની આવક મર્યાદા

કુંવરબાઈનું મામેરું યોજનામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મુજબ કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000/- અને શહેરી વિસ્તારની અંદર 1,50,000/- નક્કી કરવામાં આવેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કરતા પહેલાં મિત્રો તમારે આ યોજના વિશેની પાત્રતા તેમજ તેના માપદંડ જાણવા જરૂરી છે.

  • આ યોજના માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તેઓ ગુજરાતના નિવાસી હોવા જરૂરી છે.
  • આ યોજનાની સુવિધા અરજદાર પોતાની પુત્રીના લગ્ન માટે લાભ મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ કુંટુંબની બે (2) પુખ્તવયની કન્યાઓના લગ્ન સુધી મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉમર 21 વર્ષ હોવી આવશ્યક છે.
  • કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000/- હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારની અંદર 1,50,000/- નક્કી કરવામાં આવેલ છે.
  • કોઈ કન્યાના જો પુનઃ લગ્ન થાય તો આ યોજનાનો લાભ મળી શકે નહિ
  • આ યોજનાનો લાભ લગ્ન થયા ના બે વર્ષની અંદર કરવાનો હોય છે.
  • કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ સાત ફેર સમૂહ લગ્ન દ્વારા આયોજિત દ્વારા મળવાપાત્ર છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદાર કન્યાનું આધાર કાર્ડ
  • ચુંટણીકાર્ડ
  • વાલીનું આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • યુવકનો જાતિનો દાખલો (જો હોય તો )
  • રહેઠાણનો પુરાવો (લાઈસન્સ / વીજળી બીલ / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ )
  • વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો (LC / જન્મતારીખનો દાખલો/)
  • મરેજ Certificate
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • વાલીનું એકરારનામું
  • વાલીનું બાહેધરીનામું
  • જો પિતાના હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ

અરજી કરવા માટે નું ફોર્મઅહીં ક્લિક કરો
Visit To Home Pageઅહીં ક્લિક કરો

કુંવરબાઈનું મામેરું યોજના FAQ’s

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતી કન્યાઓને મળવાપાત્ર છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા કેટલી આવકની આવશ્યકતા છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મુજબ કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000/- અને શહેરી વિસ્તારની અંદર 1,50,000/- નક્કી કરવામાં આવેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે?

અનુસુચિત જાતિ અને જનજાતિની કન્યાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત (તા – 01/04/2022 પછી લગ્ન કરનાર કન્યાને ) સુધારેલા દર મુજબ રૂ.12,000/- ની સહાય મળવાપાત્ર થશે. તેમજ આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને રૂ.10,000/- ની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?

ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in) અંતર્ગત કુંવરબાઈનું મામેરું યોજના જાહેર કરવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કઈ કઈ જ્ઞાતિના લોકો આનો લાભ લઇ શકે છે?

આ યોજનાનો લાભ SC,ST,OBC,EWS વગેરે જ્ઞાતિના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

Stay Connected With Gpscpreparation.com For More And Latest Updates

Updated: October 17, 2022 — 4:32 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *