ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ 2023-24 | ટાટા પંખ સ્કોરશીપ પ્રોગ્રામ અન્‍વયે તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો મફતમાં લાભ મળશે. વધુ માહિતી માટે અહિં કલિક કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ 2023-24 : ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ ભારત માં આર્થિક રીતે નબળા વર્ગ ના બાળકો આગળ અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ આપવાના હેતુ થી ચાલુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ અને સામાન્ય ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા/પોલીટેકનિક અભ્યાસક્રમો માં ભણતા વિદ્યાર્થીઓને તેમની ટ્યુશન ફીના 80% સુધી અથવા INR 10,000 થી INR 12,000 સુધીની રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવશે (બેમાંથી જે ઓછું હોય તે)

ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ 2023

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ યોજના તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો. 

ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ 2023

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામTata Capital Pankh Scholarship
કોના દ્વારા શરૂ કરવામાં આવીTata Capital
લાભાર્થીઓધોરણ 11 અને 12 અને કોલેજ કરતાં વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ. 12,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટOfficial Website

પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

  • ભારત ની માન્ય સંસ્થાઓ માંથી ધોરણ 11 અને 12 અને અંડર ગ્રેજ્યુએટ (B.Com, Bsc, BBA વગેરે) ડિપ્લોમા/ પોલિટેકનિક ડિગ્રીમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને ભણતો હોવો જોઈએ
  • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  • વિદ્યાર્થી એ છેલ્લા વર્ષ માં ઓછામાં ઓછા 60% ટકા મેળવેલ હોવા જોઈએ
  • Tata Capital & Buddy4Study ના કર્મચારીઓના બાળકો સ્કોલરશીપ મેળવવા પાત્ર નથી.
  • વિદ્યાર્થીના પરિવારની આવક અઢી લાખથી ઓછી હોવી જોઈએ.

સ્કોલરશીપ ના ફાયદા

ધોરણ 11 અને 12 માટે

  • વિદ્યાર્થી દ્વારા ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીના 80% સુધી અથવા INR 10,000 સુધી (જે ઓછું હોય તે)

કોલેજ અને ડિપ્લોમા માટે

  • વિદ્યાર્થી દ્વારા ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીના 80% સુધી અથવા INR 12,000 સુધી (જે ઓછું હોય તે)

નોંધ:

  • વિધ્યાર્થીઓ ને માત્ર ટ્યુશન ફી ના વળતર માટે જ સ્કોલરશીપ આપવામાં આવશે.
  • આ 2023-24 માટે એક વખતનો સ્કોલરશીપ કાર્યક્રમ છે, અને તેના રિન્યૂ માટે કોઈપણ નિર્ણય શિષ્યવૃત્તિ સંસ્થા પર આધારિત છે

જરૂરી ડોક્યુમેન્ટસ

Tata Capital Pankh Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ)
  • ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A)
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
  • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Tata Capital Pankh Scholarship માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  1. Tata Capital Pankh Scholarship નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Buddy4Study વેબસાઈટ પર જવાનું રહેશે. 
  2. ત્યારબાદ તમારે Tata Capital Pankh Scholarship 2023-24 પર ક્લિક કરવાનું રહેશે. 
  3. જો તમે Buddy4Study પોર્ટલ પર પહેલી વાર આવો છો તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે. 
  4. એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application’ બટન પર ક્લિક કરો.
  5. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  7. ‘Terms and Conditions’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
  8. જો અરજદારે ભરેલી બધી વિગતો ‘Preview’  સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

ટાટા કેપિટલ પંખ સ્કોલરશીપ માટે અરજી કરવાની લિંક : અહી ક્લિક કરો

સ્કોલરશીપ માટે સિલેક્શન પ્રોસેસ

‘ધ ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ પ્રોગ્રામ’ માટે વિધાર્થીઓની પસંદગી તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે કરવામાં આવશે. તેમાં નીચેની વિગત મુજબ પ્રક્રિયાનો સમાવેશ થાય છે

  • અરજદારોની તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે લિસ્ટ બનાવવામાં આવશે. 
  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે. 
  • અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ દ્વારા અંતિમ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. 

નોંધ: 50% બેઠકો છોકરીઓ માટે અનામત છે. ઉપરાંત, SC/ST/વિકલાંગ વિદ્યાર્થીઓને વેઇટેજ આપવામાં આવશે.

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email pankh@buddy4study.com
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2023
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ સ્કોલરશીપની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ:
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥અહીં ક્લિક કરો
💥 Whatsapp Channel પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥અહીં ક્લિક કરો

FAQs

પ્રશ્ન 1 : ‘ધ ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ પ્રોગ્રામ’ માટે કોણ કોણ અરજી કરી શકે?

જવાબ : ધોરણ 11 અને 12 અને અંડર ગ્રેજ્યુએટ (B.Com, Bsc, BBA વગેરે) ડિપ્લોમા/ પોલિટેકનિક ડિગ્રી અને તેમ 60% કે તેથી વધારે ગુણ મેળવેલ હોવો જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

પ્રશ્ન 2 : શું કોઈપણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેનું બીજું વર્ષ છે તે અરજી કરી શકે. 

જવાબ : હા, તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો. 

પ્રશ્ન 3 : ‘ધ ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે. 

પ્રશ્ન 4 : Tata Capital Pankh Scholarship અરજી માટે વેબસાઇટ શું છે?

જવાબ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com છે.

Leave a Comment