વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત 2023 અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે U–PHC ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે પબ્લિક હેલ્થ વર્કર(PHW) અને ફિલ્ડ વર્કર(પુરુષ) (FW) જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવી.
નોકરીનો સારાંશ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નામ | પબ્લિક હેલ્થ વર્કર(PHW) ફિલ્ડ વર્કર(પુરુષ) (FW) |
કુલ જગ્યા | 554 |
અરજી છેલ્લી તારીખ | 09-02-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
પોસ્ટ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
---|---|
પબ્લિક હેલ્થ વર્કર (PHW) | 106 |
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) | 448 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
---|---|
પબ્લિક હેલ્થ વર્કર (PHW) | ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ. અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ. કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ. આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય. વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. |
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) | ઓછામાં ઓછુ 8 પાસ. સાયકલ ચલાવતા આવડવું જોઈએ. આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય. વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
ઉમર મર્યાદા
18 વર્ષથી ઓછી નહી અને 45 વર્ષથી વધુ નહી. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ નહી.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર ધોરણ |
---|---|
પબ્લિક હેલ્થ વર્કર (PHW) | રૂ. 12,130/- (ઉચ્ચક) |
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) | રૂ. 9,350/– (ઉચ્ચક) |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / મૌખિક ઈન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
મહત્વપૂર્ણ તારીખ