Vidhva Sahay Yojana 2023 વિધવા સહાય યોજના 2023: રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું.
ગુજરાત વિધવા પેન્શન સહાય યોજના 2023
ગુજરાત વિધવા પેન્શન સહાય યોજનાના અમલીકરણ દ્વારા ગુજરાત રાજ્યની બધીજ વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવશે અને નાણાં પૂરા પાડવામાં આવશે. આ યોજનાનું મુખ્ય હેતુ એ છે કે તે તે તમામ વિધવાઓને આર્થિક ભંડોળ પૂરું પાડશે કે જેઓ તેમના કુટુંબનું ભરણપોષણ કરી સકતા નથી અને તેઓ શિક્ષણના અભાવને કારણે અથવા તેઓ ગરીબી રેખા જૂથથી નીચેના હોવાને કારણે પૂરા પાડી શકતા નથી. બધી વિધવાઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે , અને તે આત્મનિર્ભર બનીશકે અને તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે.
વિધવા સહાય યોજના ની માહિતી
યોજનાનું નામ | વિધવા સહાય યોજના ની માહિતી |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
લાભાર્થીની પાત્રતા | નિરાધાર વિધવા લાભાર્થીઓ કે, જે આવક મર્યાદામાં આવતા હોય |
મળવાપાત્ર સહાય | વિધવા લાભાર્થીઓને દર મહિને રૂપિયા 1250 ની સહાય મળશે. |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
ગુજરાત વિધવા સહાય યોજના વિશેષતા
- ગુજરાત વિધવા પેન્શન સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને પેન્શન તરીકે દર મહિને 1250 રૂપિયા મળશે.
- લાભાર્થીના પેન્શનની રકમ સીધા લાભાર્થીના બેંક માં જમા કરવામાં આવશે.
- આ યોજના હેઠળ આશરે 3.70 લાખ વિધવાઓને રાજ્યના 33 જિલ્લાઓમાં લાભ મળશે.
- આ પેન્શનની રકમ દર મહિનાના પહેલા અઠવાડિયામાં જમા કરવામાં આવશે.
- ગુજરાતના મુખ્યમંત્રીએ લાભાર્થીના ખાતામાં પેન્શનની સીધી બેંક ટ્રાન્સફરની સુવિધા માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પોર્ટલની શરૂઆત પણ કરી છે.
- ગુજરાત સરકારે ગ્રામ્ય અને શહેરી બંને ક્ષેત્રમાં રહેતા લાભાર્થી માટે વાર્ષિક આવક પાત્રતાના માપદંડને પણ બમણા કર્યા છે.
- ગ્રામીણ વિસ્તારો માટે હવે વાર્ષિક આવક પાત્રતાના માપદંડ રૂ .120000 છે અને શહેરી વિસ્તારોમાં તે રૂ .150000 છે.
- હવે લાભાર્થીઓની સંખ્યા પણ 1.64 લાખથી વધારીને 3.70 લાખ કરવામાં આવી છે
વિધવા સહાય યોજના ના ફાયદા
- વિધવા બહેનોને દર મહિને તેમના પોસ્ટ અથવા બેંક (WFA) ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) થી રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
- આ પેન્શનની રકમ દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં લાભાર્થી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે.
- વિધવા સહાય મેળવતા લાભાર્થી બહેનનું જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને રૂપિયા 1,00,000 (એક લાખ) ની આર્થિક સહાય મળવાપાત્ર છે.
ઉપયોગી લિન્ક
સરકારની ઓફીસીયલ વેબસાઇટ: અહી ક્લિક કરો
વિધવા સહાય યોજના જરૂર ડોક્યુમેન્ટ
- લાભ લેનાર અરજદારની અરજી (પરિશિષ્ટ-૧/૮૬ મુજબ )
- લાભ લેનાર અરજદારનું સોગંદ નામુ (પરિશિષ્ટ ૨/૮૬ મુજબ )
- આવકનો દાખલો (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
- વિધવા છે તે અંગેનું પ્રમાણ પત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
- અરજદારના પતિના મૃત્યુ નો દાખલો
- અરજદાર મહિલાના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
- મૈયતના વારસદારોનું પેઢીનામું.
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- બે પાસપોર્ટ સાઇઝના ફોટા
- આધાર કાર્ડની નકલ
- બેંક અથવા પોસ્ટ પાસબુક
- અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા.
- દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર.
- પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં મામલતદાર કચેરી/તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
- 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
- 16 અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ. આ બેમાંથી કોઈપણ ન હોય તો સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટ/તબિબિ અધિકારી નો ઉમર અંગેનો દાખલો.
વિધવા સહાય યોજના ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
આ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે ભરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા આ માટે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતે Digital Gujarat Portal પરથી કરી શકાય છે.
- સૌપ્રથમ ગ્રામપંચાયત /તલાટી /મામલતદાર /જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી Vidhva Sahay Yojana ફોર્મ મેળવી દરેક વિગત બરાબર ભરવી અને સંબંધિત અધિકારી ના સહી-સિક્કા કરાવી લેવા.
- ગ્રામપંચાયત કક્ષાએ VCE (Village Computer Entrepreneur) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.