Weather Forecast:Weather Forecast:

Weather Forecast: હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહિ, ક્યાં અને ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ ? જાણો સપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Weather Forecast: હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહિ, ક્યાં અને ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ ? જાણો સપૂર્ણ માહિતી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં હાલ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સવાર સાંજ લોકોને ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થાય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પહેલા આગહી કરી હતી ત્યાર બાદા હવે ગુજરાત રાજ્ય હવામાન વિભાગે પણ રાજયમાં કમોસમી વરસાદ માવઠું પડવાની (Weather Forecast) આગાહિ કરી છે તો ચાલો આજે આપણે એના વિશે જાણીશું.

Weather Forecast- ક્યા-ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ ?

  • ગુજરાતમાં રાજ્યમા આગામી દિવસોમા ઠંડીની જગ્યાએ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્ય ના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામા આવી છે. સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં ભેજનું પ્રમાણ પણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
  • હવામાન વિભાગની આગાહિ મુજબ (Weather Forecast) ગુજરાત રાજ્યમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

માવઠું આગાહિ

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા કહ્યુ હતુ કે, આ વખતે નવેમ્બર મહિનામાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. જેથી ભારત દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં હજુ બહુ હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં ખાસ કઇ ઠંડી નથી પડી.

વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી ભારત દેશના દક્ષિણ ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે.. ઉલ્લેખનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાવાની શકયતા રહેલી છે. ત્યાર્પછી ધીરે ધીરે હલચલ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મુંબઇના ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

મહત્વની લિંક :

હવામાન વિભાગની આગાહી અંગેની સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ :અહીં ક્લિક કરો

હવામાન વિભાગ આગાહી, હવામાન વિભાગ તાજી અપ્ડેટ્સ ન્યુઝ તથા આજની હવામાન અંગેની નવી અપડેટ્સ માટ આમરી વેબસાઇટ https://gpscpreparation.com/ની ની મુલાકાત લેતાં રહો અને તમારા મિત્રોને શેર કરો અને નીચે આપેલ ગૂગલ ન્યુઝ ફોલોવ બટનથી પેજને ફોલોવ કરી લો જેથી આવનાર તમામ અપ્ડેટ્સ તમને મળતી રહે. આભાર…

Leave a Comment