My Application – Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે. – હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની માહિતી ભરવાની રહેશે. – લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે. – જેમાં યોજનાની પસંદગીમાં “દુકાન સહાય યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે. – તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ Upload કરવાના રહેશે. – તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન save કરવાની રહેશે. – છેલ્લે, કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો number જનરેટ થશે. જેની Print લઈને સાચવી રાખવાની રહેશે.