Uttar Pradesh/10 દિવસથી ટનલમાં ફસાયેલા કામદારો પહેલીવાર વોકી ટોકી પર બોલ્યા કે અમને બહાર કાઢો

સરકારના પ્રતિનિધિ અરુણ કુમારે નિર્માણાધીન ટનલમાં ફસાયેલા યુપીના મજૂરો સાથે વાતચીત કરી છે.

અંધારી સુરંગમાંથી બને તેટલી વહેલી તકે બહાર નીકળવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમની વાતચીતમાં નિરાશા સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.

ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી 8 કામદારો ઉત્તર પ્રદેશના છે. તેમનો સંપર્ક કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉત્તરાખંડ આવેલા અરુણ કુમારે સોમવારે ટનલની મુલાકાત લીધી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ખાસ ઉત્તરાખંડ મોકલવામાં આવેલા અરુણ કુમારે કામદારો સાથે વાત કરતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ખાતરી આપી હતી

અરુણ કુમાર સાથે વાત કરતા યુપીના મજૂર અખિલેશ કુમારે કહ્યું કે અમને ટનલમાં ખોરાક તો મળી રહ્યું છે, પરંતુ અંદર અમારા બધાની હાલત બહુ ખરાબ છે

અખિલેશે જલદીથી બહાર કાઢવાની અધિકારીઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે બને તેટલી વહેલી તકે તેમને બહાર કાઢો, ટનલની અંદર અમારી સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે.

કામદારોની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેમના પરિવારજનો સાથે શેર કરવામાં આવ્યું છે.

કાટમાળને કારણે ટનલમાં 41 મજૂરો ફસાયા ગયા છે. તેમને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

કાટમાળને કારણે ટનલમાં 41 મજૂરો ફસાયા ગયા છે. તેમને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

વધુ માહિતી માટે : https://gpscpreparation.com/